loss- n-love

એક સોનીથી લક્ષ્મીજી નારાજ થઇ ગયા. જતા સમયે બોલ્યા હું જઇ રહી છું, અને મારી જગ્યાએ નુકસાન આવી રહ્યું છે. તૈયાર થઇ જા. પરંતુ, હું તને છેલ્લી ભેટ જરૂર આપવા માંગીશ. માંગ, તારી જે પણ ઇચ્છા હોય તે.

સોની બહુ જ સમજદાર હતો. તેણે વિનંતિ કરી કે નુકસાન આવે તો ભલે આવે, પણ એને કહેજો કે મારા પરિવારમાં પ્રેમ બન્યો રહે. બસ, મારી આ જ ઇચ્છા છે.

લક્ષ્મીજી એ તથાસ્તુઃ કહ્યું.

થોડાક દિવસો પછી,

સોની ની દુકાને કામ કરતા ભત્રીજા એ ભુલથી ખોટું સોનું ધરાવતો સેટ એક ફેરિયા પાસેથી ખરીદી કરી લીધો. સોની ને ખબર પડતાં દુઃખ થયું, પરંતુ તે ૫૦,૦૦૦ ના નુક્સાન માટે પોતાના ભાઈના દીકરાને વઢયા નહિ, ફક્ત શિખામણ આપી. એ સમજી ગયા હતા કે નુકશાન પ્રવેશ કરી ચુક્યો છે. “ઘરે જતા પહેલા ભગવાનના મંદિરે જતો જાઉં”, એમ વિચારી તે લક્ષ્મી-નારાયણ મંદિરે ગયા. ત્યાં તેમના મોંઘા ચપ્પલ કોઈ ચોરી ગયું. નુકસાન એનો પરચો બતાવવા લાગ્યો હતો.

આ બાજુ ઘરે, સોની ની સૌથી નાની વહુ ખીચડી બનાવતી હતી. તેણે મીઠું વગેરે નાખ્યું, અને બીજું કામ કરવા લાગી. ત્યારે બીજા છોકરાની વહુ આવી અને ચાખ્યા વગર મીઠું નાખીને ચાલી ગઈ. તેની સાસુએ પણ આવું જ કર્યું.

સાંજે સૌથી પહેલા સોની આવ્યો. પહેલો કોળિયો મુખમાં લીધો તો ખ્યાલ આવ્યો કે બહું જ વધારે મીઠું પડી ગયુ છે. એ સમજી ગયો કે નુકસાન આવી ગયું છે. પન કંઇ બોલ્યા વગર ચૂપચાપ ખીચડી જમીને ચાલ્યા ગયા. એના પછી મોટા દીકરાનો નંબર આવ્યો. એણે પણ પહેલો કોળિયો મોઢામાં મુકતા તરત પૂછ્યુ કે પપ્પાએ જમવાનું જમી લીધું ? એમણે કંઇ કહ્યું ? બધાએ જવાબ આપ્યો ‘હા, જમી લીધું ! કઈ જ નથી બોલ્યા’.

હવે દીકરાએ વિચાર્યું કે જ્યારે પિતાજી જ કઈ નથી બોલ્યા તો હું પણ ચૂપચાપ જમી લઉ. આવી રીતે ઘરના બીજા સદસ્યો એક એક આવ્યા. પહેલા વાળાનું પૂછતા, અને ચૂપચાપ જમીને ચાલ્યા જતા.

રાતે નુકસાન હાથ જોડીને સોની ને કહેવા લાગ્યો,’ હું જઈ રહ્યો છું.’ સોનીએ પૂછ્યું, “કેમ ?”

ત્યારે નુકસાન કહે છે, ” તમે લોકો એક કિલો તો મીઠુ ખાઈ ગયા. તો પણ ઝઘડો જ ના થયો. મને લાગે છે કે મારું તો અહીં કઈ કામ નથી.”

બોધ:-

ઝઘડો, કમજોરી એ નુકસાનની ઓળખાણ છે. જ્યાં પ્રેમ છે, ત્યાં લક્ષ્મીનો વાસ છે. સદા પ્રેમ વહેંચતાં રહો. નાના- મોટાની કદર કરો. જે મોટા (વડીલ) છે એ મોટા જ રહેવાના, પછી ભલેને તમારી કમાણી એમની કમાણીથી વધારે હોય.

સારું લાગે તો આપ જરૂર તમારા કોઈ અંગતને શેર કરજો
Anic_an_engineer

Hi, I am Anic an IT Professional . I like to share my knowledge and experience. Thanks for visiting my site.

Please Select Embedded Mode To Show The Comment System.*

أحدث أقدم