છેલ્લા બે દિવસ ( રાત ) માં ફાઈલ પેજીસના ભૂક્કા બોલાવતા બોલાવતા પુરેપુરા ગુસ્સા , અફસોસ , ઊતાવળ અને ખરાબ માં ખરાબ Hand writing સાથે પુરુ કરેલુ એક મિશન..! જેમાં એકેએક મિનિટ ની ટીકટીક ના ભણકારા કાન માં વાગતા હોય અને એવામાં પાછુ એક કલાક માં કેટલુ લખુ તો કેટલુ પતે એ બધા જ કેલ્યુલેશન પણ ખરુ જ..! એન્જીનિયરીંગ ના ટ્રેડમાર્ક એવા "એન્ડ ટાઈમે" જ થતી એક પ્રવ્રૃતિ જેમાં એક વિદ્યાર્થીનો ના પતવાનો ડર, પહેલા ના લખ્યું એનો અફસોસ, ફ્રસ્ટ્રેશન અને પતી જવાનો આનંદ એમ લગભગ બધી જ લાગણીઓ ના દર્શન કરાવી દેતી વસ્તુ એટલે "SUBMISSION"!
Tags:
definition