આવ્યો સમય યુવાની નો,
પ્રવેશ થયો કોલેજ ના પ્રાંગણ માં,
ફરી રહી હતી નજર ચારે કોર,
નિખાલસતા પ્રસરી રહી હતી ચારો ઓર,
નજર ફરતા લાગી નજરે એક અપ્સરા,
હૃદય માં ફૂટવા લાગી અંતઃસ્ફુરના,
ચકોર નજરે લહેરાતા બાલે,
હાલ બેહાલ થયા જોતા ની સાથે,
સ્વપ્ન ની દુનિયા બનાવા લાગ્યો,
ટહેલતો ટહેલતો ઊછળવા લાગ્યો,
જોવાની આશ જ બની રહેતી,
નજર પણ એનેજ જોવા માંગતી,
લાગ્યું સ્વપનો ની રાણી મળી ગઈ,
કોલેજ માં રોજ જવાની એક વજાહ મળી ગઈ.
Tags:
નિરલ ની કલમે