તમે આસ્થા સંબંધિત ઘણા ચમત્કારો વિષે જાણ્યું હશે. ચમત્કારને કારણકે ભક્તોમાં ભગવાન પ્રતિ શ્રદ્ધા અને વિશ્વાસ વધી જાય છે. ભારતમાં બધા દેવ-દેવીઓના મંદિરો મિરેકલથી ભરી પડેલ છે. એક એવું જ ચમત્કારી મંદિર છે જ્યાં દીપક તેલ કે ઘી થી નહિ પણ પાણીથી સળગે છે.
આવું આજથી જ ન નહિ પણ પાછલા પાંચ વર્ષોથી થાય છે. આ મંદિર નળખેડાથી પંદર કિલોમિટરનાં અંતરે ગાડીયા ગામ નજીક કાલીસીંધી નદીના કિનારે ગડીયાઘાટ વાળા માતાજીનું છે. અહી દીવો પાણીથી પ્રગટે છે. માતાનો આ ચમત્કાર ભક્તો વચ્ચે આસ્થાનું પ્રતિક બન્યું છે. માતા નો આ ચમત્કાર જોવા માટે ભક્તો સેકડો સંખ્યામાં દુર દુરથી આવે છે.
સામાન્ય રીતે બધા મંદિરોમાં કે ઘરોમાં દીવો તેલ અને ઘી થી સળગતો હોય છે. વૈજ્ઞાનિક રીતે કહીએ તો તેલ એક જ્વલનશીલ પદાર્થ છે. જેના કારણે દીપકની જ્યોત સળગે છે. મધ્યપ્રદેશના માલવા સ્થિત આ મંદિર છે. આ મંદિર ખૂબ જ પ્રાચીન છે. આ મંદિર ‘ગડીયાઘાટ વાળા માતાજી’ નું છે.
અહી મંદિર માં દીપક સળગે એટલે પાણી નાખવામાં આવે છે. પાણી નાખતા જ પાણી પ્રવાહી અને ચીકણું થઇ જાય છે. જેના કારણે દીપક નિરંતર સળગતો રહે છે. પોતાની આંખો સામે પાણીથી દીપકની જ્યોત જોઇને ભક્તો આશ્ચર્યચકિત થઇ જાય છે.
મંદિરમાં પૂજા અર્ચના કરનાર પુજારી સિધ્ધુસિંહ જી ના અનુસાર પહેલા દેવીનો દીપક તેલથી સળગતો હતો. એક દિવસ તેને માતા એ સપનામાં દર્શન દીધા અને કહ્યું કે હવેથી પાણીથી દીપક સળગાવજો. માતા ના આદેશ અનુસાર પુજારીએ જયારે પાણીથી દીવો પ્રગટાવ્યો તો તે સળગી ઉઠ્યો. માતા ના આ ચમત્કારી આદેશનુસાર આજે આ મંદિરમાં દીવો સળગાવવા પાણીનો ઉપયોગ કરવામાં આવે છે.
આ દીપક સળગાવવા માટે નજીકની કાલીસીંઘ નદી માંથી પાણી લાવવામાં આવે છે. પાણીથી સળગતો આ દીવો ચોમાસાના મોસમમાં નથી સળગતો કારણકે વર્ષાકાળમાં કાલીસીંઘ નદીનું જળ સ્તર વધવાથી આ મંદિર પાણીમાં ડૂબી જાય છે. જેથી અહી પૂજા કરવી સંભવ નથી. ત્યારબાદ દીપકને પુનઃ શારદીય નવરાત્રીના પહેલા દિવસે સળગાવવામાં આવે છે, જે આગલા ચોમાસા સુધી સળગી રહે છે.