JanvaJevu
Title:- "ચાણક્ય અનુસાર આવી સ્ત્રીઓ સાથે ક્યારેય ન કરવા લગ્ન"
લગભગ બધા જાણતા જ હશે કે ચાણક્ય એક બુદ્ધિમાન, ચતુર અને પ્રખ્યાત અર્થશાસ્ત્રી હતા, જે ચંદ્રગુપ્ત મૌર્યના મહામંત્રી હતા. તેમની રાજનીતિ ખુબ જ કુશળ હતી. તેથી જ તેમને પોતાની રાજનીતિ નો પ્રયોગ કરીને ચંદ્રગુપ્ત ને અખંડ ભારતના સમ્રાટ બનાવ્યા હતા.
આચાર્ય ગુરુ ચાણક્ય એ ‘ચાણક્ય નીતિ’ નામના ગ્રંથ ની સ્થાપના કરી છે. આમાં ચાણક્ય એ સારા એવા વિચારો ને દર્શાવ્યા છે. આ અદ્ભુત ગ્રંથ માં સ્ત્રી અને પુરુષો માટે ઘણી જરૂરી નીતિઓ દર્શાવેલ છે.
ચાણક્ય એ પોતાના ગ્રંથ માં મહિલાઓ વિષે ઘણી બધી વાતો જણાવી છે. મહિલાઓ નો સ્વભાવ, તેની બુદ્ધિ અને તેના વિચારો અંગે પોતાના અધ્યયનમાં ઘણું બધું દર્શાવ્યું છે.
આચાર્યનું માનવું છે કે વિવાહ જીવનનું એક મહત્વપૂર્ણ અંગ છે. વિવાહ બાદ પતિ-પત્ની અને તેમના પરિવારો નું પણ જીવન બદલાય જાય છે. આજના સમય માં પુરુષ વિવાહ માટે સુંદર સ્ત્રી ને વધારે મહત્વ આપે છે. જરૂરી નથી કે સુંદર સ્ત્રી ઓ સર્વગુણ સંપન્ન જ હોય.
આચાર્યનું માનવું છે કે સમજદાર અને શ્રેષ્ઠ મનુષ્ય એજ છે જે ઉચ્ચકુળ અથવા સંસ્કારી પરિવારમાં જન્મ લેનાર સંસ્કારી કન્યા સાથે લગ્ન કરે. તેમનું માનવું છે એવી સ્ત્રી સાથે લગ્ન કરવામાં જોઈએ જે સમજદાર સાથે સારા ગુણો પણ ઘરાવતી હોય, જે પરિવાર ને સારી રીતે સંભાળી શકે. સંસ્કારી સ્ત્રી પરિવાર ને શ્રેષ્ઠ બનાવે છે.
જે સ્ત્રીનું ચરિત્ર સારું ન હોય, સંસ્કારી ન હોય અને નીચ્ચ કુળની હોય તેની સાથે ગમે તેવી ખરાબ પરીસ્થિતિ આવે તો પણ લગ્ન ન કરવા.
ચાણક્ય અનુસાર મહિલાઓ માં એવા લક્ષણ હોય છે જે ભરોસો કરવા લાયક નથી. આવું એટલા માટે છે કારણકે તે કોઈપણ વાત ને પોતાના પેટમાં વધારે સમય સુધી નથી રાખી શકતી. પોતાની વાતો ને બીજાને કેવાની તેમની આદત હોય છે.
ચાણક્ય નું કહેવું છે કે અગ્નિ, જળ, મહિલા, મુર્ખ, સાંપ અને શાહી પરિવાર ક્યારેય પણ તમને દગો આપી શકે છે. તેથી આ વસ્તુઓથી સાવધાન રહેવું.