સ્ટેચ્યુ ઑફ યુનિટી વિશે

કેવડિયા કોલોનીમાં સરદાર સરોવર બંધ ખાતે વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યુ ઑફ યુનિટી હવે તૈયાર છે. દિવ્ય ભાસ્કરના ફોટો જર્નાલિસ્ટને સતત સાત દિવસ સુધી સાઇટ પર ધામા નાખ્યા બાદ આ તસવીર મળી છે. 2010ની 7મી ઓક્ટોબરના રોજ આ પ્રૉજેક્ટની ઘોષણા થઈ હતી અને 2014ની 31મી ઓક્ટોબરે નિર્માણકાર્યનો પ્રારંભ થયો હતો. એ પછી રાતદિવસ સુધી ચાલેલી કામગીરીના પરિણામે માત્ર 48 મહિનામાં પ્રતિમા તૈયાર કરી દેવામાં આવી છે. જે ઝડપે તેનું નિર્માણ થયું એ પણ એક વિક્રમ છે. 182 મીટર ઊંચી પ્રતિમા 7 કિમી દૂરથી જોઈ શકાય છે.
*🌸6.5નો ભૂકંપ અને 220ની ઝડપના તોફાનમાં અટલ રહેશે લોહપુરુષ*
🌸હવે આપણા સરદાર દુનિયાના સૌથી ઊંચા સરદાર છે. દેશનું સૌથી ઊંચુ સપનું અંતે સાકાર થયું છે. વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યૂ ઓફ યુનિટી હવે તૈયાર છે. તેની સામે 120 મીટર ઊંચી ચીનની સ્પ્રિંગ બુદ્ધ પ્રતિમા તથા ન્યૂયોર્કની 90 મીટર ઊંચી પ્રતિમા સ્ટેચ્યૂ ઓફ લિબર્ટી પણ નહીં ટકે. 7 કિમી દૂરથી દેખાતું આ સ્ટેચ્યૂ દેશના ગૌરવની ઓળખ છે. દિવ્ય ભાસ્કર આ પ્રતિમા વિશે એ બધું જ જણાવશે જે વાંચીને તમે ગર્વ અનુભવશો.
*🌸માત્ર 60 મહિનામાં બનાવી વિશ્વની સૌથી ઊંચી મૂર્તિ*

🌺સ્ટેચ્યૂ ઓફ યુનિટીના નિર્માણમાં 5 વર્ષ લાગ્યા, સૌથી ઓછા સમયમાં બનનારી આ સૌથી પહેલી પ્રતિમા છે, ચીનની સૌથી ઊંંચી પ્રતિમા 11 વર્ષમાં બની હતી. દુનિયાની સૌથી લાંબી ચીનના લેશાનમાં છે, બુદ્ધની 230 ફૂટ ઊંચી આ પ્રતિમાં 90 વર્ષમાં બની હતી.
*🌸6.5નો આંચકો, 220ની ઝડપે ફૂંકાતો પવન સહન કરશે*

🌺સ્ટેચ્યૂનું બાંધકામ એ પ્રમાણે કરવામાં આવ્યુ છે 6.5ની તીવ્રતાના ભૂકંપ તથા 220ની ઝડપે ફૂંકાતા પવનની અસર નહિ થાય. ચીફ એન્જિનિયર આર. જી કાનુનગો ના મતે આ પ્રતિમાનુ સ્ટ્રકચર ભુંકપ વિરોધી ટેક્નોલોજીથી બનાવવામાં આ‌વ્યા છે.
*🌸ઉચ્ચકક્ષાની ધાતુ હજારો વર્ષો સુધી મૂર્તિને જરા પણ કાટ લાગશે નહીં*

🌺શિલ્પકાર રામ સુતાર કહે છે કે પ્રતિમા સિંધુ સભ્યતાની કળાની આધારે બનાવાઈ છે. ચાર ધાતુઓનો ઉપયોગ થયો છે જેથી તેને હજારો વર્ષ સુધી કાટ નહીં લાગે. તેમાં 85 ટકા તાંબું વપરાયું છે.
*🌸સરદારના સ્ટેચ્યૂના ‘હૃદય’માંથી ડેમ-વેલી જોઈ શકાશે*

🌺સરદારની પ્રતિમામાં લિફ્ટની મદદથી પ્રવાસીઓ પ્રતિમામાં સરદારના હૃદયના ભાગે બનાવવામાં ગેલેરી સુધી જઈ શકશે. આ ગેલેરી એ રીતે બનાવવામાં આવી છે કે તેમાંથી લોકો સરદાર સરોવર બંધ તથા નર્મદાના તટે 17 કિમી લાંબી ફૂલોની વેલી નિહાળી શકશે.
🌸સરકાર સ્ટેચ્યૂ ઑફ યુનિટીને પશ્ચિમ ભારતના શ્રેષ્ઠ પ્રવાસન સ્થળ તરીકે વિકસાવી રહી છે. અહીં સરદારની પ્રતિમા તો ખરી જ પણ પ્રવાસીઓને ધ્યાનમાં રાખીને અન્ય આકર્ષણો પણ બનાવવામાં આવી રહ્યા છે.

🌸- 07 માળની ઇમારત જેટલી ઊંચાઇ માત્ર સરદારના ચહેરાની

🌸- 70 ફૂટના હાથ, 85 ફૂટથી વધુના પગ

🌸- 01 વ્યક્તિના કદથી મોટા આંખો અને હોઠ

Anic_an_engineer

Hi, I am Anic an IT Professional . I like to share my knowledge and experience. Thanks for visiting my site.

Please Select Embedded Mode To Show The Comment System.*

أحدث أقدم