INS ખંડેરી સબમરીન
➡️ ભારતની બીજી સ્કોર્પીન ક્લાસ સબમરીન આઈએનએસ ખંડેરી આજે નૌસેનામાં સામેલ થઈ ગઈ છે.
➡️ રક્ષા મંત્રી રાજનાથ સિંહ અને ચીફ ઓફ નેવલ સ્ટાફની હાજરીમાં આઈએનએસ ખંડેરી સાથે P-17A વર્ગના પહેલાં સબમરીન આઈએનએસ નિલગિરી અને જંગી જહાજને રાખવા માટે ડ્રાયડૉકનું પણ મુંબઈ નેવલ ડોકયાર્ડ પર ઉદ્ધાટન કરવામાં આવ્યું છે.
➡️ વિશેષતા: 40થી 45 દિવસ સુધીમાં પાણીમાં રહેવાની અને એક સાથે 12 હજાર કિમી અંતર પસાર કરવાની ક્ષમતા વાળી આ સબમરીન 350 મીટર સુધી પાણીની ઉંડાઈમાં ઉતરી શકે છે.
➡️ સબમરીનમાં આધુનિક એન્ટી-સરફેસ, એન્ટી સબરમીન હથિયાર આવેલા છે. તે સિવાય ખાનગી માહિતી ભેગી કરની અને સર્વિલાંસ માટે ખૂબ ઝડપી કોમ્યુનિકેશન કરી શકાય તેવા સાધનો પણ લગાવવામાં આવ્યા છે. જેનાથી દુશ્મનોના કાવતરાં તુરંત જાણી શકાય.
Tags:
defence technology